રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026: ૧૨૦ માનદ સેવકો માટે અરજીઓ મંગાવાઈ
રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે ૧૨૦ પુરુષ અને મહિલા માનદ સેવકો (Traffic Brigade) ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
મુખ્ય વિગતો (Key Highlights)
- સંસ્થાનું નામ: રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ ગ્રામ્ય
- પોસ્ટનું નામ: ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક (TRB)
- કુલ જગ્યાઓ: ૧૨૦ (પુરુષ તથા મહિલા)
- માનદ સેવા ભથ્થું: રૂ. ૪૫૦/- પ્રતિ દિવસ
પોલીસ સ્ટેશન વાઇઝ જગ્યાઓની વિગત
| કક્ષ/પોલીસ સ્ટેશન | જગ્યાઓ | કક્ષ/પોલીસ સ્ટેશન | જગ્યાઓ |
|---|---|---|---|
| ગોંડલ સીટી એ | ૦૫ | આટકોટ | ૦૪ |
| ગોંડલ સીટી બી | ૦૫ | વીંછિયા | ૦૫ |
| જસદણ | ૦૫ | વીરપુર | ૦૫ |
| પડધરી | ૦૫ | જેતપુર સીટી | ૦૫ |
| લોધિકા | ૦૫ | જેતપુર ઉદ્યોગનગર | ૦૮ |
| મેટોડા જી.આઈ.ડી.સી. | ૨૦ | ધોરાજી સીટી | ૦૫ |
| શાપર વેરાવળ | ૨૫ | જામકંડોરણા | ૦૫ |
| કોટડાસાંગાણી | ૦૪ | જિલ્લા ટ્રાફિક | ૦૯ |
શૈક્ષણિક લાયકાત અને શારીરિક ધોરણો
- શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ (10th Pass)
- વયમર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ (૩૧/૦૭/૨૦૨૬ ની સ્થિતિએ)
- પુરુષ ઉમેદવારો માટે: ઊંચાઈ - ૧૬૫ સે.મી. | દોડ - ૮૦૦ મીટર (૦૪ મિનિટમાં)
- મહિલા ઉમેદવારો માટે: ઊંચાઈ - ૧૫૦ સે.મી. | દોડ - ૪૦૦ મીટર (૦૨ મિનિટ ૩૦ સેકન્ડમાં)
વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રતા
NCC, NSS, કોમ્પ્યુટરનું જ્ઞાન, ડ્રાઇવિંગ લાયસન્સ, રમત-ગમતમાં ભાગ લીધેલ હોય, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અથવા આર્મી/પોલીસ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ પાસ કરેલ ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ (અરજી ફોર્મ સાથે જોડવાના આધાર)
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ / લાઇટબિલ વગેરે)
- ઓળખનો પુરાવો (આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / પાનકાર્ડ)
- શૈક્ષણિક પુરાવો (ધોરણ ૧૦ પાસ કે તેથી ઉચ્ચ માર્કશીટ)
- ઉંમરનો પુરાવો (સ્કૂલ લીવિંગ સર્ટિ. અથવા જન્મ નોંધણી દાખલો)
- વિશેષ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો
- તાજેતરનો પોલીસ વેરીફિકેશન રિપોર્ટ
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ મેળવવાની તારીખ: ૧૨/૦૮/૨૦૨૬ થી ૧૯/૦૮/૨૦૨૬ સુધી
- ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૧/૦૮/૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ કલાક સુધી)
- ભરતી તારીખ: ૩૧/૦૮/૨૦૨૬ થી
- ભરતીનું સ્થળ: મવડી પોલીસ હેડ ક્વાર્ટર, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ
ફોર્મ ક્યાંથી મેળવવું અને જમા કરાવવું?
ઉમેદવારોએ પોતાના સ્થાનિક રહેણાંક વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મ મેળવી, સ્વ-હસ્તાક્ષરમાં ભરીને જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો સાથે તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સુધીમાં ત્યાં જ જમા કરાવવાનું રહેશે.
Rajkot Rural Traffic Brigade Bharti 2026: સત્તાવાર જાહેરાત જુઓ.