OJAS GSSSB Bharti 2026: ગુજરાતમાં ₹40,800ના ફિક્સ પગારવાળી સરકારી નોકરી! જાણો લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની રીત

તારીખ: 27/7/2026 | શ્રેણી: job

OJAS GSSSB Bharti 2026: ગુજરાતમાં ₹40,800ના ફિક્સ પગારવાળી સરકારી નોકરી! જાણો લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની રીત

OJAS GSSSB Bharti 2026: ગુજરાતમાં ₹40,800ના ફિક્સ પગારવાળી સરકારી નોકરી! જાણો લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની રીત

ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મહત્વના અને ખુશખબર આવી ગયા છે! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, વર્ગ-3 (Junior Industries Inspector) ની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

જો તમે એન્જિનિયરિંગ કે ડિપ્લોમા કરેલું છે અને સારી સરકારી નોકરી મેળવવા માંગો છો, તો આ તક તમારા માટે જ છે.

📌 GSSSB ભરતી 2026: મુખ્ય વિગતો એક નજરે

વિગત માહિતી
ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ (ઉદ્યોગ કમિશ્નરની કચેરી)
પોસ્ટનું નામ જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, વર્ગ-3
કુલ જગ્યાઓ 03
અરજી મોડ ઓનલાઈન (OJAS પોર્ટલ)
શરૂઆતી પગાર ₹40,800 (પ્રતિ માસ ફિક્સ)
છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2026
ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in

🎓 શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:

  • ડિગ્રી/ડિપ્લોમા: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતક (Degree) અથવા ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સિવિલ એન્જિનિયરિંગ સિવાયની તમામ બ્રાન્ચ માન્ય છે).
  • કમ્પ્યુટર જ્ઞાન: ગુજરાત સિવિલ સર્વિસના નિયમો મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન (Basic Computer Knowledge) ધરાવતા હોવા જોઈએ.
  • ભાષાનું જ્ઞાન: ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું આવશ્યક છે.

⏳ વય મર્યાદા (Age Limit)

  • ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • વધારેમાં વધારે ઉંમર: 35 વર્ષ

(સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે).

💰 પગાર ધોરણ (Salary Structure)

  • પ્રથમ 5 વર્ષ: પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે.
  • 5 વર્ષ પછી: સંતોષકારક કામગીરી પૂર્ણ થયા બાદ, સાતમા પગારપંચ મુજબ Pay Level-5 (₹29,200 થી ₹92,400) ના સ્કેલમાં કાયમી નિમણૂંક આપવામાં આવશે.

📝 OJAS પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

જો તમે યોગ્યતા ધરાવો છો, તો નીચે આપેલા સરળ સ્ટેપ્સ અનુસરીને અરજી કરી શકો છો:

  1. સૌથી પહેલાં અધિકૃત પોર્ટલ ojas.gujarat.gov.in પર જાઓ.
  2. હોમપેજ પર "Online Application" વિભાગમાં જઈ "Apply" પર ક્લિક કરો.
  3. ડ્રોપડાઉન મેનૂમાંથી GSSSB (Gujarat Subordinate Service Selection Board) પસંદ કરો.
  4. "Junior Industries Inspector Class-3" ભરતી સામે આપેલા "Apply" બટન પર ક્લિક કરો.
  5. તમારી તમામ વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો અને જરૂરી દસ્તાવેજ/ફોટો-સહી અપલોડ કરો.
  6. એપ્લિકેશન કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટઆઉટ (Printout) ચોક્કસ સાચવીને રાખી લેવી.
⚠️ મહત્વની નોંધ: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2026 છે. છેલ્લી ઘડીની સરવર સમસ્યાઓથી બચવા માટે વહેલી તકે અરજી કરી લેવી.